એ દિવસો યાદ આવી ગયા - બર્ટ્રાન્ડ રસેલ રસે

એ દિવસો યાદ આવી ગયા
- બર્ટ્રેંડ રસેલ
લેખક પરીચય - પ્રમુખ બ્રિટિશ દાર્શનિક, તર્કશાસ્‍ત્રી અને ગણિતજ્ઞ. 18 મે 1872ના રોજ જન્‍મ. મુખ્‍યત્વે પોતાના દાર્શનિક સિદ્ધાંતોં અને ગણિતમાં અભૂતપૂર્વ યોગદાન માટે જાણીતા છે. કેટલાક મહત્વપૂર્ણ પુસ્તકોનું સર્જન. ધ પ્રિંસિપલ્‍સ ઑફ મેથમેટીક્‍સ, પ્રૉબ્‍લમ ઑફ ફિલૉસફી, ધ એનાલિસિસ ઑફ માઇંડ આદિ પ્રમુખ રચનાએઁ. પ્રસ્‍તુત અંશ તેમની આત્મકથામાંથી સાભાર લેવામાં આવ્યો છે.

મારી સૌ પ્રથમ સ્મૃતિ છે ફેબ્રુઆરી, 1876માં પેમબ્રોક લોજમાં અમારા આગમનની. આ ઘરમાં અમારા આગમનનું પુરેપુરુ વર્ણન તો હું નથી કરી શકતો, પણ મને યાદ છે કે રસ્તામાં મેં લંડનમાં ટર્મિનસ અથવા પૈડિંગટનની મોટી કાચની છત જોઈ હતી. મે જોયું કે આ છત કાલ્પનીક રૂપથી ખુબ સુંદર છે. પેમબ્રોક લોજમાં પહેલા દિવસની યાદ મને એટલી જ છે કે મેં સર્વેંન્ટ્સ હોલમાં ચા પીધી હતી. એક મોટો ખાલી રૂમ હતો. તેમાં ખુરશીઓ ઉંચા બેસવાનાં સ્ટેંડ અને ભારે ટેબલો હતા. આ રૂમમાં ઘરના બધા નોકરો પોતાની ચા પીતા હતા. સીવાય કે હાઉસ કીપર, રસોઈયા, મહીલાઓની નોકરાણીઓ અને બટલર. આ લોકો બીજા નોકરોની સરખામણીમાં ઉંચા હતા. તેથી હાઉસ કિપરનાં રૂમમાં શાહી રીતે ચા પીતા હતા.

મને એક ઉંચા સ્ટુલ પર બેસાડવામાં આવ્યો ત્યારે મને આશ્વર્યજનક વાત એ લાગી હતી કે આખરે નોકરો મારામાં આટલો બધો રસ કેમ દાખવે છે. તે સમયે મને ખબર ન હતી કે હું લોર્ડ ચાંસલર, મહારાણીના વિવિધ સલાહકારો અને કેટલાય ખ્યાતનામ વ્યક્તિઓની વચ્ચે ગંભીર ચર્ચાનોં વિષય બની ગયો છું અને મોટો થતા સુધી મને એ ખબર પડી કે પેમબ્રોકમાં મારા આગમન પહેલા જુદા જુદા બનાવો બન્યા.

મારા પિતા, લોર્ડ એંબરલે હાલમાં જ લાંબા સમયની દુર્બળતાને લીધે સ્વર્ગે સિધાવ્યા. તેમના મૃત્યુના એક-દોઢ વર્ષ પહેલા મારી મા અને બહેન પણ ડિપ્થીરિયાથી મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ તેમની ડાયરી અને પાનાંથી મેં જાણ્યુ કે તે એક જીવંત, કર્મઠ, હાજર જવાબી, વાસ્તવિક અને નિડર સ્ત્રી હતી. તેમના ચિત્રો પરથી લાગે છે કે તે દેખાવડી હતી. મારા પિતા દાર્શનિક, વાંચનીક તથા આત્મસંતુષ્ઠ વ્યક્તિ હતા. તે બંન્ને સુધારાવાદી સિધ્ધાંતના સમર્થક અને પોતાના વિશ્વાસને વાસ્તવિકતામાં બદલવાં તત્પર રહેતા હતા.

બર્ટ્રાન્ડ રસેલ



Post a Comment

0 Comments