ટીપું જે બની ગયું મોતી

ન તો તેના હાથપગમાં દમ છે, ન સાંભળવાની ક્ષમતા, દ્રષ્ટી પણ નબળી પડી ગઈ છે, છતાંય કામ તો આવે જ છે. આવે છે...હાંફી જાય છે...આવશે...આંગણમાં બેસશે....થોડો રાહતનો શ્વાંસ લેશે, પછી ખજુરની સાવરણી લઈને એકાદ કલાક આંગણું સાફ કરશે. ત્યાં સુધીમાં તેના માટે ગરમા ગરમ ગ્લાસ ભરીને ચા અને રાતની બે રોટલી તેના માટે લઈ આવે છે. ક્યારેક ક્યારેક નાસ્તો પણ ખરો.

વર્ષોથી આ જ ક્રમ ચાલ્યો આવે છે...રોજ તે સમય પર આવે છે...નામ માટે કામ કરે છે અને તેઓ દરેક વારેતહેવારે પકવાન-બક્ષીસ સિવાય પગાર પણ આપે છે. પગાર ? માત્ર અઠવાડિયાના પાંત્રીસ રૂપિયા. કેટલી કિંમત આ પાંત્રીસ રૂપિયાની... છતાંપણ લોકોને તેનું આવવું અને તે લોકો તેને છોડતા નથી તે વાત ગમતી નથી.

કેવી રીતે તેઓ આજીબાઈને કામની ના પાડે. તેમના સંકટના સમયે આજીબાઈએ તેમનો સાથ આપ્યો હતો તે વાત કઈ રીતે ભુલી શકાય ? તેમણે તો આ વાતની સગાસંબંધીઓ અને ઓળખીતા લોકોને જાણ સુદ્ધા થવા દિધી નહોતી. અચાનક જ દોડભાગ પછી આખી યોજના અમલી બની હતી. તેમણે પણ ક્યારેય કલ્પના કરી નહોતી કે જેમ એટલે કે તેના કહેવાતા પતિની હ્રદયમાં દુનિયાભરનું દર્દ છુપાયેલું છે.

દેશનું સૌથી મોટી ચિકિત્સા સંસ્થા, પાણીની જેમ પૈસા વહાવી રહી હતી, તે માત્ર એટલા માટે જ કે પૈસા તો ભવિષ્યમાં કમાવી લેવાશે. તે તો ભગવાન ભરોસે બધુ છોડી ચુક્યા હતા. તે જ વખતે આજીબાઈનો સ્નેહાળ હાથ તેમના માથા પર ફર્યો અને આજીબાઈએ ઘરની વ્યવસ્થા એક માની જેમ સંભાળી લીધી હતી. તે આખો દિવસ ઓંસરીમાં બેઠી રહેતી હતી.

પગારનો દિવસ આવ્યો અને તેમને આજીબાઈ યાદ આવ્યા. અઠવાડિયાના પાંત્રીસ રૂપિયા આપ્યા ત્યારે આજીબાઈએ કહ્યું હતું કે, ના બહેન શું હું ઘરના ખર્ચા નથી જોઈ રહી, હવે તો હું પગાર ભાઈના હાથે જ લઈશ. કેટલી મોટી વાત, કેટલો અતૂટ વિશ્વાસ, તેણે ઘરમાં આશાનો સંચાર કર્યો હતો, તેના આ ઘર પર આશીર્વાદ હતા.

પાંત્રીસ રૂપિયા, તે ઈચ્છતી હતી કે જીવનભર માટે અઠવાડિયાનો પગાર જતો કરે. કઈ રીતે તે ભુલી શકાય ? તે તો તેના સાગરમાંથી આજીબાઈને માત્ર ટીપું જ આપી રહી હતી. પરંતુ આજીબાઈએ મુશ્કેલીના સમયે તેમના એક ટીપાથી સાગર ભરવાનો પ્રયત્ન કર્યો હતો. એ ટીપુ, ટીપુ ન રહ્યું, તેમના માટે મોતી બની ચૂક્યું છે.

Post a Comment

0 Comments