કાગડાનું કપટ માછલીએ કળ્યું

નીરજપુર નામનું એક ગામ હતું. આ ગામના પાદરે એક તળાવ હતું. તળાવમાં કંબૂ નામનો એક કાચબો રહેતો હતો. તે તળાવનાં પાણીમાં રહેતો અને કોઈક વખત તળાવમાં બહાર આવીને ધીમી ધીમી ચાલે તળાવના કિનારે ફરતો.તળાવે ઘણાં પંખીઓ પાણી પીવા આવતાં હતા. કાચબો પંખીઓને આકાશમાં ઊડતાં જોઈ રહેતો. તેને થતું કે આ પંખીઓ આકાશમાં કેવા મજાથી ઊડે છે. પોતાને પણ એકાદ વખત આકાશમાં ઊંચે ઊંચે ઊડવાનું મળે તો? ત્યાંથી ધરતી, તળાવ અને વૃક્ષો કેવા લાગે છે તે જોવાની કેવી મજા આવે! કાચબો આવું વિચારતો હતો. એવામાં કલ્લુ કાગડો તળાવે પાણી પીવા આવ્યો.કલ્લુ કાગડો મહાધૂર્ત. કાચબાને જોતાં જ તેને વિચાર આવ્યો કે, આજે સારો લાગ મળ્યો છે. આ કાચબાનું કાસળ કાઢીને તેના શરીરનું હું ભોજન કરીશ.
તેણે કાચબાની નજીક જઈને કહ્યું,"અરે કાચબાભાઈ! તમે આખો દિવસ પાણીમાં ને પાણીમાં જ રહો છે. તમને કોઈ દિવસ અમારી જેમ ખુલ્લા આકાશમાં ઊંચે ઊંચે ફરવાનું મન નથી થતું?"
હવે કાચબો તો આકાશમાં ઊડવાનું જ વિચારતો હતો. એટલે તેને તો ભાવતું હતું અને વૈદે કહ્યું જેવું થયું.
તેને કંઈ કાગડાની દાનતની ખબર ન હતી. તેણે કહ્યું,"કાગડાભાઈ, મને આકાશમાં ઊડવાનું તો ઘણું જ મન થાય છે. પરંતુ મારે તમારી જેમ પાંખો ક્યાં છે?"
"પાંખો ન હોય તેથી શું થયું? હું તમને આકાશની સહેલ કરાવીશ." કલ્લુ કાગડાએ કહ્યું.
"કેવી રીતે? તમે કંઈ મને ઊચકીને થોડા ઊડી શકવાના હતા?" કાચબાએ પૂછ્યું.
"હા, હા કેમ નહિ? અગાઉ બે હંસો કાચબાને મોઢામાં લાકડી પકડાવી આકાશમાં લઈ ગયા ન હતા?" કલ્લુએ કહ્યું.
"પણ તેવી રીતે ઊડવા જતાં તો તે કાચબો મર્યો હતો ને?" કાચબાએ પ્રશ્ન કર્યો.
"એ તો તેને ના પાડવામાં આવી હતી તેમ છતાં તેણે બોલવાની કોશિશ કરી હતી એટલે તેનું મોં ખુલી જવાથી મુખમાં પકડેલી લાકડી છૂટી ગઈ અને તે નીચે પછડાયો હતો. તેમાં હંસોનો વાંક ક્યાં હતો?" કલ્લુએ કહ્યું.
"એ સાચું, પણ તમે તો એકલા છો. તમે મને કેવી રીતે ઉચકી શકવાના હતા?" કાચબાએ પૂછ્યું.
કલ્લુએ તરત જ કા, કા અવાજ કર્યો. કલ્લુનો અવાજ સાંભળીને બીજા ત્રણ કાગડાઓ કબૂ, કાળુ અને કંપુ ઊડતા ઊડતા કલ્લુ પાસે આવ્યાં.
તેઓ આવ્યા એટલે કલ્લુ ક્યાંકથી ઝાડની એક તૂટેલી ડાળી પોતાની ચાંચમાં ઉપાડી લાવ્યો અને તે પેલા ત્રણેને બતાવીને કહ્યું, "આપણે બે-બે જણાંએ બે છેડેથી લાકડી મોઢામાં પકડવાની છે. કાચબાભાઈ મોઢા વડે લાકડીને વચમાંથી પકડશે. પછી આપણે લાકડી ઉપાડીને આકાશમાં ઊંચે ઊડવાનું છે અને કાચબાભાઈને આકાશમાં સહેલગાહ કરાવવાની છે."


Post a Comment

0 Comments