ઈશારો

હું કદાચ અયોગ્ય સમયે ત્યાં આવી ચડી હતી. તે સાચે જ કામમાં વ્યસ્ત હતી. કોઈક ચીજવસ્તુઓને ઉપાડીને કબાટમાં મૂકી રહી હતી. સાથે ફ્રીઝની ચાવી પણ શોધી રહી હતી. ઘરમાં બધું વેરંખેર પડ્યું હતું.

જાણવા મળ્યું- સાસુ સસરા આવી રહ્યાં છે અને તે પણ પુરા એક મહિના માટે.... તેની જ તૈયારીમાં વ્યસ્ત છું. તેમના આવ્યે બંનેની આગતા-સ્વાગતતા, તાબેદારી, ચોકીદારીમાં જ આખો દા'ડો નીકળી જશે. તમે તો પડોશમાં જ રહો છો....આપોઆપ જોઈ લેશો.

આમેય તમારી પહેલા અમારા પાડોશમાં પ્રભાતી રહેતી હતી..........એ તો મને પુરા લતામાં એમ કહીને બદનામ કરીને ગઈ કે, હું મારા સાસુ-સસરાઓનું સરખુ ધ્યાન રાખતી નથી અને તેમને કેદીઓની જેમ રાખું છું. તે દરરોજ રોજ મારી સાસુને નોતરુ આપી અત્યંત આગ્રહ સાથે પોતાના ઘરે બોલાવતી હતી અને અમારા ઘરની તમામ વાતો તેમની પાસેથી મીઠી મીઠી વાતો કરીને જાણી લેતી હતી.

તમે પોતે જ જોઈ લેજોને મારી સેવા.................ખાન-પાનમાં કોઈ કંજુસાઈ તમને જોવા મળે તો કહેજો.......પરંતુ મારા હાથમાં જશ જ કયાં છે.......બસ હું તો બધા માટે ખરાબની ખરાબ

જણાવતા તેનું ફ્રીઝમાં ચાવી શોધવાનું યથાવત હતું. ખેર હવે તમારા પડોશમાં આવી જવાથી મારી ચિંતા તો દૂર થઈ. આમેય તમારી પાસે નવરાશ જ ક્યાં છે.........મારી સાસુ સાથે સત્સંગ સભા કરવાની............. કહીને તે ચુપ થઈ ગઈ.

હકીકતમાં તેનો ઈશારો એ વાત ઉપર ભાર મૂકતો હતો કે, પાડોશી હોવાં છતાં પણ હું તેની સાસું સાથે કોઈ પણ પ્રકારનો પરિચય ન કેળવું. હદ છે............ઈશારાઓમાં જ પોતાનો રસ્તો સાફ કરી દીધો.

મારે પણ જવાબ આપવો પડયો....... નવરાશ ? હાં મારી પાસે કંયાથી હોય. તમને જ જોવાને ....પૂજય સાસુ-સસરાના સ્વાગતની તૈયારીમાં તમે કેટલા વ્યસ્ત છો.... અસંખ્ય કામો પડ્યા છે તમારી પાસે... ... દબાવવુ- છુપાવવુ, સંકેલવું અને તેનાથી પણ ભારેભરકમ કામ....ફ્રીજની ચાવી શોધવાનુ. આખરે સાસુ-સસરા આવી રહ્યાં હોય તો ફ્રીજને લૉક કરવું જરૂરી છે સાચું ને.... કહીંને હું ચુપ થઈ ગઈ... તેના ઈશારાનો જવાબ ઈશારામાં આપીને મે પણ જાહેર કરી દીધું કે, તે કેટલી પાણીમાં છે.

Post a Comment

0 Comments