બા ની વ્યથા ગાંધી માય ફાધરમાં તો નથી....

પોતાના મોટા પુત્ર હરિલાલ દ્રારા ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવાથી ન તો માત્ર મહાત્મા ગાંધી પરંતુ તેમની પત્ની કસ્તૂરબા ગાંધી પણ અત્યંત દુ:ખી હતાં અને તેઓએ આ મુદ્દે પોતાના પુત્રની સાથોસાથ તેના મુસ્લિમ મિત્રોને પણ પત્ર લખ્યો હતો. આ પત્રોમાં ન તો એક માની મમતા છલકી રહી હતી પરંતુ એ પણ જાણવા મળતું હતું કે, કસ્તુરબા ધાર્મિક રૂપે કેટલી સહિષ્ણું હતાં.

બા એ 27 સપ્ટેમ્બર 1936 ના રોજ હરિલાલને લખેલા એક પત્રમાં એ વાત પર આશ્વર્ય વ્યક્ત કર્યું હતું કે, તેણે પ્રાચીન ધર્મ કેમ બદલ્યો. તે એ વાતને વિચારીને વારંવાર દુ:ખી થતાં હતાં કે, હરિલાલે ધર્મપરિવર્તન બાદ ક્યાંક માસનું સેવન તો શરૂ કરી દીધું નથી ને.

તેમણે પત્રમાં લખ્યું હતું કે, મને કેટલીય વખત ચિંતા થાય છે કે, તું ક્યાં રહે છે, કયાં સુવે છે અને શું ખાય છે. બની શકે કે, તુ માંસ ખાઈ રહ્યો હોય. આવા અસખ્ય વિચારોએ મારી રાતોની ઉંધ હરામ કરી નાખી છે. '

તાજેતરમાં જ રજૂ થયેલી ફિલ્મ ગાંધી માય ફાધર માં મહાત્મા ગાંધી અને હરિલાલના સંબંધોનું નિરુપણ કરવામાં આવ્યું છે પરંતુ ફિલ્મમાં એ પત્રોનો તદ્દન પણ ઉલેખ્ખ કરવામાં આવ્યો નથી જે બા ના વ્યથિત મનમાં પ્રવેશવાની તક આપે છે.

બા ધાર્મિક રૂપે સહિષ્ણુ હતી તેની જાણમાં આ પત્રો મારફત થઈ આવે છે જેમાં તેમણે હરિલાલને જણાવ્યું હતું કે, આ તારી અંગત બાબત છે પરંતુ મે સાંભળ્યું છે કે, તુ નિર્દોષ અને ભલા લોકોને પણ તારુ અનુકરણ કરવાનું કહી રહ્યો છે. હકીકતમાં તુ ધર્મ વિષે જાણે છે જ શું ? તું તારી મર્યાદાને કેમ સમજી રહ્યો નથી.

બા એ વાતથી પણ અત્યંત દુ: ખી હતી કે, હરિલાલના કારણે જ તેમના પતિની છબી પ્રભાવિત થઈ રહી છે. તેમણે પત્રમાં લખ્યું પણ હતું કે, લોકો એ વાતથી પ્રભાવિત થઈ રહ્યાં છે કે, તુ તારા પિતાનો પુત્ર છે. હું તને વિનંતી કરુ છું કે, જીવનમાં થોડી ક્ષણ રોકાઈને આ તમામ બાબતો પર વિચાર કર અને મૂર્ખતાપૂર્ણ વર્તન બંધ કર.

આ પત્રમાં તેમણે હરિલાલને ઠપકો આપતા જણાવ્યું હતું કે, ' ધર્મ વિષે તારુ જ્ઞાન મર્યાદિત છે. ધર્મના પ્રચાર માટે તુ યોગ્ય વ્યક્તિ નથી. જો તું આ પ્રકારે જ તારુ કામ યથાવત રાખીશ તો એક દિવસ એવો આવશે કે, તું ક્યાંય નો પણ નહી રહે. '

બા સ્પષ્ટપણે હરિલાલના ધર્માતરણથી નાખુશ હતાં તેમણે લખ્યું હતું કે, હું તારા ધર્માંતરણને પસંદ કરતી ન હતી. પરંતુ તે જ્યારે સ્વયંને સુધરવાનો નિર્ણય લીધો ત્યારે હું અંદરોઅંદર તારા ધર્માતરણ સુધીના વિચારોને લઈને ખુશી વ્યક્ત કરતી હતી મે એવી આશા રાખી હતી કે, તુ એક સારુ જીવન શરૂ કરીશ પરંતુ આ આશાઓ પર પણ પાણી ફરી વળ્યું છે.

પોતાના પિતાના વિશાળ વ્યક્તિત્વની વિરુદ્ધ જીવનભર અનેક મુસીબતોનો સામનો વેઠનારા અને લગભગ ભિખારી જેવું જીવન જીવનારા હરિલાલ વિષે કસ્તુરબા ગાંધીનું માનવું હતું કે, પોતાના પુત્રને તેના મુસ્લિમ મિત્રોએ જ ઈસ્લામ ગ્રહણ કરવાની લાલચ આપી છે. બા એ હરિલાલના મુસ્લિમ મિત્રોને પણ 27 સપ્ટેમ્બર 1936 ના રોજ એક પત્ર લખ્યો હતો.

Post a Comment

0 Comments