સાચી મા

નાટક "વિક્રમનો ન્યાય" ભજવાઈ રહ્યું હતું. બે સ્ત્રીઓ વચ્ચે બાળકની અસલી માતા કોણ છે અને બાળક કોને સોંપવામાં આવશે તેનો વિવાદ ચાલી રહ્યો હતો.

મહાન ન્યાયાધીશ વિક્રમાદિત્યે તેના સિપાઈઓને બાળકના બે ટુકડા કરીને બંને સ્ત્રીઓને એક એક ટુકડો આપવાનો આદેશ આપ્યો.

સિપાઈઓ બાળકના ટુકડા કરવા આગળ વધે તે પહેલા પ્રેક્ષકોમાંથી એક સ્ત્રી દોડતી આવીને મંચ પર ચઢી ગઈ અને બાળકને છિનવીને નાટ્યગૃહની બહાર ભાગી ગઈ.

નાટકમાં પણ પોતાના બાળકનું અહિત ન જોઈ શકી તે જ સ્ત્રી બાળકની અસલી મા હતી.

Post a Comment

0 Comments