એક માર્ગ પરના બે દશ્યો

શહેરના રાજમાર્ગો પર આજે ફરીથી અસખ્ય વાહનોનો ઘસારો જોવા મળી રહ્યો હતો. રસ્તાની બંને બાજુએ પૂરપાટ ઝડપે ગાડીઓ પસાર થઈ રહી હતી. આ બધાની વચ્ચે એક નનામીને ત્યાંથી પસાર થવું પડ્યું.

રસ્તો ઓળંગતી શબયાત્રાને જોઈને વાહનનોનો રેલો થોડા સમયે માટે જ્યાં ત્યાં થભી ગયો. કેટલાક ટ્રકના ચાલકોએ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પોતાના ટ્રકોનું એન્જિન બંધ કરી દીધું તો કેટલાક અજાણ મૃત વ્યક્તિની આત્મશાંતિ અર્થે પોતાની સીટ પર બેસીને બંને હાથ જોડી થોડી ક્ષણો માટે ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યાં.

આ સ્થળે તે જ સાંજે કોઈના લગ્નનો વરઘોડો રાજમાર્ગને ઓળંગી રહ્યો હતો. જેને કોઈ પણ વાહન ચાલકો અડચણના ભાગરૂપે એક ક્ષણ માટે પણ સહન કરવા માંગતા ન હતાં. રસ્તાની બરાબર મધ્યે નૃત્ય કરી રહેલી એક યુવકોની ટોળકીને જોઈને એક ટ્રક ચાલક પોતાની પ્રાંતીય ભાષામાં જોરથી ચિસી ઉઠ્યો 'એ ઝાંકી........................જલ્દી રોડ ક્રૉસ ક્યોં નહી કરતા'.

Post a Comment

0 Comments