કાકા અને કાકી હાલ પોતાના સુપુત્રના લગ્ન કરવા ઈચ્છતા ન હતાં, કારણ કે, પુત્ર પગભર થયો ન હતો, પરંતુ તેમના સસરા એક વાર પોતાના મિત્રની પુત્રીને જોવા માટે દબાણ કરી રહ્યાં હતાં. જ્યારે કોઈ પણ પ્રકાર વાત થાળે ન પડી તો તેમના ગયા બાદ કાકીએ સલાહ આપી કે, પિતાજી આટલું દબાણ કરી રહ્યાં છે તો ચાલોને એક વખત કન્યાને જોઈ આવીએ. ત્યાં જઈને કન્યામાં કોઈ ખોટ કાઢીને ના પાડી દઈશું.
પિતાજીનું માન પણ જળવાઈ રહેશે અને આપણે આપણા પુત્રના લગ્ન પણ નહી કરવા પડે. તેની વાત સાંભળીને હું અવાક જ થઈ ગયો. શું આ સમાજની યુવતીઓ અને તેમની ભાવનાઓની કોઈ કીમત જ નહી ? શું કોઈને વગર કારણે હીનતાનો અનુભવ કરાવવો ઉચિત છે ? આ પ્રકારનો વિચાર મનમાં લાવતી વેળાએ આપણે આપણી પુત્રીઓને શા માટે ભુલી જઈએ છીએ.

0 Comments