કેલેન્ડર

"ખરીદી કરવા માટે અહીંથી નીકળ્યા તો વિચાર્યુ કે જરા તમને પણ મળતા જઈએ." તેઓ ઘરના દરવાજે જ ઉભા હતા તે જોઈને કહ્યું. તેમણે આવકારના સ્વરમાં કહ્યું, "હા હા, કેમ નહીં, આવો અંદર આવો."

મોટાભાગે થાય છે તેમ એકબીજાના ખબર અંતર પૂછ્યા પછી વાતચીતે વ્યાપક સ્વરૂપ લીધું. તેમણે અને મેં વ્યક્તિ, સમાજ, દેશ અને દુનિયાના ચારિત્ર્યીક પતનની મનભરીને ટીકાઓ કરી. તે અંગે ક્ષોભ પણ વ્યક્ત કર્યો. સમાજમાં વધી રહેલી અશ્લિલતા અને નૈતિકતા જેવા મુદ્દાઓ પર પણ અમે લાંબી ચર્ચા કરી.

લગભગ એક કલાક પછી હું ઉભો થઈ રહ્યો હતો ત્યારે તેમણે કહ્યું કે, "નવું વર્ષ છે, તેથી દુકાનદારે કેટલાક કેલેન્ડર આપ્યા છે. ઘરમાં લગાવવા લાયક તો નથી. એમ કરજો તમે જ આપપાસમાં વહેંચી દેજો."

મેં તેમની વાત સ્વીકારી લીધી. તેમણે કહ્યું તેવું જ મેં પણ મનમાં વિચાર્યુ કે, "ચીલાચાલુ કેલેન્ડર હશે."

આખરે મનમાં વિચાર આવ્યો કે લાવ જરા જોઈએ તો ખરા કે આ કેલેન્ડર એવા તો કેટલા ખરાબ છે કે તેને ઘરમાં ન લગાવી શકાય. આ વિચાર કરતા કરતા કેલેન્ડરનું બંડલ ખોલીને જોયું તો અંદરથી દેશના મહાપુરૂષો, અમર શહીદોના ફોટાવાળા કેલેન્‍ડર નીકળ્યા.

Post a Comment

0 Comments