આખરે હું તેમને કેવી રીતે ભૂલી શકું ?

આખરે હું તેમને કેવી રીતે ભૂલી શકું ?
હું એક આઘેડ વ્યક્તિના પ્રેમમાં એ સમયે જોડાયેલી જ્યારે તેની પત્નીનું અચાનક અવસાન થયું તેમના બે વિવાહિત પુત્રો નોકરી અર્થે પહેલેથી જ બહાર રહેતા હોવાથી તેમના એકાંતવાસની એ કપરી ઘડીઓમાં હું તેમની સાથે રહી. સમાજમાં મારી ઘણી બદનામી થશે એ વાત હું જાણતી હતી છતાં પણ અમારા પ્રેમ માટે બદનામીનો ડર રાખ્યા વગર હું તેમની પાછળ પાછળ ચાલી.

પરંતુ એક દિવસ અચાનક જ તેમણે મને ફોન પર જણાવ્યું કે, ત્રણ દિવસ બાદ તેઓ લગ્નગ્રંથીએ જોડાઈ રહ્યાં છે. પોતાના સ્વબચાવમાં તેઓએ માત્ર એટલું જ જણાવ્યું કે, તેઓ તેમની માં તથા પરીવારના દબાણને આધિન છે. સાચે જ તેમનો એ જવાબ મારા માટે વ્રજપાતથી પણ વધુ પીડાદાયક હતો. મે તેમને સમજાવવાના અથાક પ્રયત્નો કર્યા પરંતુ તેઓએ મારા તમામ પ્રયત્નો પર પોતાની મજબૂરીનો મહોર મારી દીધી. સમય તેના નિયત ક્રમે પસાર થતો ગયો ધીમે ધીમે અમારો સંપર્ક તુટ્યો તેમના ફોનની ઘટંડી હવે તો ભાગ્યે જ સાંભળવા મળતી હતી. દરેક ફોનમાં તેમનો એક જ જવાબ હતો કે, તેઓ હજું પણ મારી સાથે છે. હાલ હું પણ લગ્નના તાંતણે બંધાઈ ચૂકી છું. મારી સમસ્યાએ છે કે, ઉમરની દૃષ્ટિએ નાની હોવાં છતાં પણ હું કોઈ પણ રીતે તેમને ભુલી શકવા માટે સક્ષમ નથી. મારી શારિરીક અને માનસિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. આપ જ જણાવશો હું શું કરી શકું ?

જવાબ :

આપની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે, આપ એક સંવેદનશીલ વ્યક્તિ છો તેનું એ જ કારણ હોય શકે છે તેમના ખરાબ સમયમાં તમે ભાવ વિભોર થઇને તેમનો સાથ આપ્યો અને એ જ પરિસ્થિતીમાં તમારી વચ્ચે એક ભાવાત્મક પ્રેમ પાંગર્યો. તેમના પુન:ર્વિવાહ જે પરિસ્થિતીઓમાં થયા તે પછી પણ તમે તમારી ભાવનાઓને નિયત્રિત કરી ન શક્યા. પરંતુ તેમણે પરિસ્થિતીઓને ખુબ જ 'પ્રેક્ટિકલ ' રીતે લીધી. .

આમ પણ કુદરતી સ્ત્રીઓને ભાવુક તથા પુરૂષોને વ્યાવહારિક બનાવ્યાં છે. તમે કદાચ પ્રથમ વખત તમારી નાની ઉંમરમાં આ ભાવનાઓનો અનુભવ કર્યો હશે, તેથી તેની અસર લાંબા સમય માટે રહી. હકીકતમાં વાસ્તવિક્તાનો સ્વિકાર કરીને તમે તમારી પરિસ્થિતિઓને જુઓ. શક્ય બને તો તેમનો સંપર્ક છોડી દો. અને તમારા જીવન અને પરિવારમાં જ રચ્યાપચ્યાં રહો. શરૂઆતના તબક્કે આ એક કઠીન કસોટી છે પરંતુ જો તમે તેનો દૃઢતા અને મક્કમતાપૂર્વક સામનો કરશો તો તમે સ્વયં જાણી શકશો કે અતિત સાથે જોડાયેલી એ કરૂણ વેદનામાંથી મુક્ત થવું કેટલું સરળ અને સહેલું છે.

Post a Comment

0 Comments