"હા, તો હમણા તમે જોયું ને કે કઈ રીતે પીડીત મહિલાઓ સાંજે ખેતી કામ કરીને ઘરે પાછા આવી રહી હતી ત્યારે કઈ રીતે પાંચ ગુંડાઓએ તેને પકડી લીધી." ટીવી પત્રકારે ઉત્સાહ સાથે ઘટનાનું વર્ણન કરી રહ્યો હતો.
ચોવીસ કલાકની ન્યૂઝ ચેનલનું પેટ ભરવા તેને ડબલરોટીનો એક મોટો ટુકડો મળી ચૂક્યો હતો. તે ટુકડાને પત્રકાર આખી રાત ચાવતો રહ્યો.
"પ્રમોદ, તમે લાઈન પર રહેજો, અમે થોડી જ વારમાં તમારી પાસે પાછા આવીશું." સીધા પ્રસારણને વચમાં જ રોકતા સ્ટુડીયોમાં બેઠેલા સમાચાર વાચકે તેના પ્રતિનિધિને કહ્યું. પછી દર્શકો તરફ ધ્યાન કેન્દ્રિત કરીને કહ્યું, "જતા નહી, આગળ આપણે જાણીશું કે કઈ રીતે પીડીત આદિવાસી મહિલાએ બહાદુરીપૂર્વક એકલપંડે ગુંડાઓનો સામનો કર્યો, જો કે તે પોતાની આબરૂ બચાવવામાં નિષ્ફળ નીવડી.
આપણે પોલીસ અને રાજકારણીઓ પાસેથી આ ઘટના પાછળના કારણો જાણીશું અને તેને રોકવા કેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે તે જાણીશું. પણ હાલ લઈશું એક નાનકડો બ્રેક."
બ્રેકમાં એક જાહેરાતમાં એક અભિનેત્રી સાબુથી પોતાના કોમળ દેહ પર સાબુ ફેરવવા લાગી. તે વખતે જ એક નાનકડા બાળકે રીમોટનું બટન દબાવી દિધું. બીજી ચેનલ પર પત્રકાર અને સમાચાર વાચક એક મોટી અને મીઠી ચૂંઈગમ ચાવી રહ્યા હતા.

0 Comments