બિલાડી હતી. બન્નેને ભૂખ લાગી હતી. તેમને એક રોટલો દેખાયો. બન્ને એકસાથે રોટલા પર તરાપ મારી. એક બિલાડી કહે, 'આ રોટલો મારો છે. બીજી બિલાડી કહે, 'ના. આ રોટલો તો મારો છે.
બન્ને બિલાડીઓ ઝઘડવા લાગી. ત્યાં એક વાંદરો આવ્યો.
વાંદરો કહે, 'લડો નહીં. હું તમને રોટલાના સરખા ભાગ કરી આપીશ. મારી પાસે ત્રાજવું છે.
બિલાડીઓ કહે, 'ભલે.
વાંદરાએ રોટલાના બે ભાગ કર્યા. એક નાનો અને એક મોટો. બન્નેને ત્રાજવામાં મૂક્યા. ત્રાજવું એક બાજુ નમી ગયું.
વાંદરો કહે, 'અરે! આ ટુકડો મોટો છે. લાવ એમાંથી હું એક બટકું ખાઈ જાઉં. એમ કહી વાંદરો એક બટકું રોટલો ખાઈ ગયો.
વાંદરાએ ફરી બન્ને ટુકડા ત્રાજવામાં મૂક્યા. ત્રાજવું બીજી બાજુ નમી ગયું. વાંદરો કહે, 'અરે! હવે આ ટુકડો મોટો છે. લાવ એમાંથી હું એક બટકું ખાઈ જાઉં. એમ કહી વાંદરો રોટલાનું બીજું બટકું ખાઈ ગયો.
ફરી એક વાર વાંદરાએ રોટલાના ટુકડા ત્રાજવામાં મૂક્યા. ત્રાજવું પહેલી તરફ નમી ગયું. વાંદરો કહે, 'અરે! હજી આ ટુકડો મોટો છે! લાવ એમાંથી હું એક બટકું ખાઈ જાઉં.
આમ કરતાં કરતાં વાંદરો બન્ને ટુકડામાંથી બટકું બટકું ખાવા લાગ્યો. છેવટે રોટલાનું સાવ નાનકડું બટકું વધ્યું.
બિલાડીઓ કહે, 'હવે આટલો રોટલો તો અમને આપી દો?
વાંદરો કહે, 'હોતું હશે? તમારો ન્યાય કરવા માટે મેં આટલી મહેનત કરી તેનું શું? આ તો મારું મહેનતાણું છે! એમ કહીને વાંદરો છેલ્લું બટકું પણ ખાઈ ગયો.
બિલાડીઓ ભૂખી જ રહી.
બોધ :બેની લડાઈમાં ત્રીજો ફાવે.
નવો બોધ : ત્રાજવું લઈને ફરતા વાંદરાઓથી ચેતવું.

0 Comments